Search This Blog

Thursday, 1 April 2010

છ મહિનામાં દોડતી થશે ડબલડેકર એસી ટ્રેન - Divya Bhaskar Daily Gujarati News Paper Ahmedabad Surat Baroda Rajkot News Gujarat Mumbai

રેલવેની સુવિધાઓમાં થશે ક્રાંતિકારી ફેરફાર, રેલવેની કમાણીમાં વધારો થશે

આ મહિને ડબલડેકર એસી કોચનું ટ્રાયલ રન નવી દિલ્હી-મથુરા ડિવિઝનમાં થશે. પહેલી ડબલડેકર કોચ ટ્રેન છ મહિનાના સમયગાળામાં દિલ્હી-અમૃતસર વચ્ચે દોડતી થઈ જશે. આરડીએસઓ લખનઉ અને રેલવે કોચ ફેક્ટરી(આરસીએફ) કપૂરથલાએ માત્ર નવ મહિનાના ટૂંકા સમયગાળામાં રેલવે કોચનું નિર્માણ કર્યું છે.

ડબલડેકર કોચમાં બેઠેલા મુસાફરોને પણ ક્ષણે-ક્ષણની માહિતી આપવા માટે ઈલેક્ટ્રોનિક્સ ડિસ્પ્લે અને સાઉન્ડ સિસ્ટમ લગાવાયા છે. સમાન મૂકવા માટે દરેક સીટ પ્રમાણે ચોક્કસ જગ્યા ફાળવાઈ છે. પાણીની સમસ્યાથી બચવા માટે પાવર વોટર ટેન્કર લગાવાયા છે જે કોચમાં તૈયાર કરાયેલા બે શૌચાલયમાં પાણી પુરવઠો પૂરો પાડશે.

એર બ્રેક સિસ્ટમ: આ કોચમાં શોકરના બદલે એર બ્રેક સિસ્ટમ લગાવાઈ છે જેના કારણે ઈમરજન્સીમાં બ્રેક લગાવતી વખતે પણ મુસાફરોને આંચકો ન લાગે. ડબલડેકર કોચમાં સ્વચ્છતા જાળવવા માટે ઈલેકટ્રોનિક ટોઈલેટ ડિસ્ટ્રોયર સિસ્ટમ લગાવાઈ છે જે મળ-મૂત્રને સળગાવી દેશે.

આ ટ્રેનની સ્પીડ ૬૦ કિમી પ્રતિ કલાક થાય ત્યારે મળ આપોઆપ નીચે પડી જાય તેવી વ્યવસ્થા છે. કોચમાં કમ્પ્યૂટરાઈઝ્ડ પેનલ લાગેલી હોવાથી મુસાફરો તેમની જરૂરિયાત અનુસાર એસીના તાપમાનમાં વધ-ઘટ કરી શકે છે.

ડબલડેકર કોચમાં ૧૨૮ મુસાફરો

ડબલડેકરના એક કોચમાં ૧૨૮ મુસાફરો બેસી શકશે જ્યારે સ્વર્ણ શતાબ્દીમાં ૭૮ મુસાફરો મુસાફરી કરી શકે છે. ૭૦ ટકા ક્ષમતા વધારાઈ છે.

કોચની ડિઝાઈન

કોચનું નિર્માણ ROB-URB, હાઈ વોલ્ટેજ વાયર અને પ્લેટફોર્મની ઊચાઈને ઘ્યાનમાં રાખીને કરાયું છે. તેની ઊચાઈ સામાન્ય કોચથી સાડા ચાર ઈચ વધારે રખાઈ છે.

મજબૂતી પણ, આરામ પણ

એસી બંધ કરવાની સુવિધા, મોબાઈલ ચાર્જર સુવિધા, નિમાર્ણમાં સ્ટીલ મટીરિયલનો મહત્તમ ઉપયોગ,CFL તેમજ બે અગ્નિશામક યંત્રો.

Posted via web from Utsav's posterous

No comments: